Monday, 23 March 2015

Sour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું

Sour Lemon Pickle - લીંબુનું ખાટું અથાણું

Ingredients - સામગ્રી
  • 2 કિલો મોટાં પીલાં લીંબુ
  • 1 કિલો મીઠું
  • 2 ટેબલસ્પૂન મરચું
  • 1/2 કપ વિનેગર, 1/4 કપ તેલ
  • 250 ગ્રામ લીલાં મરચાં
  • 250 ગ્રામ લીલી હળદર
  • 250 ગ્રામ આબા હળદર
  • 250 ગ્રામ આદું
  • 2 ટેબલસ્પૂન મરચું
Method - રીત
લીંબુને ધોઈ, કોરાં કરી, રવૈયા જેમ કાપવાં. મીઠું, હળદર અને તેલ નાંખી, હલાવી, લીંબુમાં ભરવું. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, વચ્ચેથી કાપી, મીઠું ભરવું. પછી બરણીમાં નીચે થોડાં લીંબુ પાથરવાં. તેના ઉપર મરચાંનું લેયર કરી, મીઠું ભભરાવવું, ફરી ઉપર લીંબુ ભરવાં. 500 ગ્રામ લીંબુનો રસ નાંખી, બરણીનું મોઢું કપડાથી બાંધી, તડકામાં બરણી મૂકવી. રોજ અથાણું હલાવવું. લીંબુની ચાલ અથાય અને રસો ઉપર અાવે એટલે તડકામાંથી બરણી લઈ લેવી. એક થાળીમાં લીંબુ કાઢી તેના ચાર કટકા કરવા. લીલી હળદર, આબા હળદર અને અાદુંને છોલી, ધોઈ, બરાબર કોરાં કરી, તેની કાતરી કરી, અંદર નાંખવી. પછી આથેલાં મરચાં અને વિનેગર નાંખી, હલાવી, અથાણું બરણીમાં ભરી લેવું. વિનેગર નાંખવાથી ફૂગ આવતી નથી. અને લાંબા સમય સુધી સાચવ શકાય છે. લીંબુનું અથાણું કાઢ્યા પછી લીંબુને હલાવી, ચમચાથી દાબીને રાખવાં.


No comments:

Post a Comment