Monday, 23 March 2015

Spicy Mango Pickle - કેરીનું તીખું અથાણું (ગોવાનીઝ પદ્ધતિ)

Spicy Mango Pickle - કેરીનું તીખું અથાણું (ગોવાનીઝ પદ્ધતિ)

Ingredients - સામગ્રી
  • 1 કિલો કેરી- રેષા વગરની
  • 500 ગ્રામ તેલ
  • 2 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન ચુનો (ખાવાનો)
  • 4 ટીસ્પૂન મેથી
  • 300 ગ્રામ રાઈની દાળ
  • 200 ગ્રામ લાલ મરચાંની ભૂકી
  • 250 ગ્રામ મીઠું
  • 4 ટીસ્પૂન હિંગ
  • 1 ટીસ્પૂન રાઈ
Method - રીત
કેરીને ધોઈ, કોરી કરી, તેના એકસરખા કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. કેરીને છોલવી નહિ. છાલ સાથે સમારવાથી કેરી નરમ પડશે નહિ.

કેરીના કટકાને મીઠું, હળદર અને ચૂનામાં રગદોળી એક દિવસ ઢાંકીને રાખવા.

મેથીને શેકીને ભૂકો કરવો. રાઈની દાળનો કરકરો ભૂકો કરવો. એક પહોળા વાસણમાં નીચે રાઈનો ભૂકોમૂકવો. તેના ઉપર મરચું પાથરવું. તેના ઉપર મીઠાનો થર કરવો. તેના ઉપર મેથીનો ભૂકો ભભરાવવો. તેના ઉપર ત્રણ ચમચી હીંગ ભભરાવવી. પછીથી તેલને ગરમ કરી, રાઈ અને 1 ચમચી હિંગનો વઘાર કરવો. વઘાર ઠંડો પડે એટલે તૈયાર કરેલા મસાલા ઉપર રેવડો. પછી સારું હલાવી સંભાર તૈયાર કરવો.

બરણીમાં નીચે થોડું મીઠું પાથરી, તેના ઉપર સંભાર અને તેના ઉપર કેરીના કટકા પાથરવા. ફરી તેના ઉપર સંભાર અને કેરીના કટકા મૂકવા. આમ બધો જ મસાલો અને કેરીના કટકા પૂરા થાય ત્યાં સુધી થર કરતા રહેવું. વધેલા તેલને ગરમ કરી, ઠંડું પાડી બરણીમાં રેડવું. કેરીના બધા જ કટકા તેલમાં ડુબડુબાણ રાખવા.

નોંધ – આ અથાણામાં કેરીના કટકાને મીઠું અને હળદરમાં રગદોળતી વખતે થોડો ચૂનો મેળવવાથી અથાણાનો રંગ સરસ લાલ બનશે. તેમ જ અાખું વર્ષ અથાણું સારુ રહે છે. આ અથાણું પહેલો વરસાદ પડી ગયા પછી બનાવવાથી પદ્ધતિ છે.


No comments:

Post a Comment