Stuffed Mango Pickle - ડાબલા કેરી
Ingredients - સામગ્રી
- 750 ગ્રામ મેથી
- 750 ગ્રામ મીઠું
- 750 ગ્રામ મરચું
- 1 ટેબલસ્પૂન હળદર
- 1/2 ટીસ્પૂન હિંગ
- 2 કિલો તલનું તેલ
- રાઈ, આખા મરચાં
- 5 કિલો કેરી – જીણ વગરની લીલા રંગની
Method - રીત
મેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી, કરકરી (સાધારણ જાડી) દળાવવી. એક કથરોટમાં મેથી અને મીઠું ભેગા કરી વચ્ચે ખાડો કરી હિંગ મૂકવી. તેલને ગરમ કરી, રાઈ અને આખાં મરચાં નાખી, વઘાર થાય એટલે ઉતારી લેવું. તેલ સાધારણ ઠંડું થાય એટલે વઘાર હિંગ ઉપર રેડવો. મસાલો ઠંડો થાય એટલે મરચું અને હળદર મિક્સ કરવાં.
નાની જીણ વગરની કેરીને ધોઈ, કોરી કરી રવૈયા જેમ અાડી-ઉભી કાપવી. તેમાંથી ગોટલી કાઢી નાખી, તેમાં મસાલો દાબીને ભરવો. જેથી પોચી પડે નહિ.
બરણીમાં નીચે થોડું તેલ નાખી, ડાબલા કેરીનો કાપેલો ભાગ ઉપર રહે તે રીતે ગોઠવવા. કેરીનું એક લેયર પથરાય એટલે થોડો મસાલો પાથરવો. પાછું બીજું પડ અને છેલ્લે મસાલો પાથરી ઉપર થોડું તેલ રેડવું. ત્રીજે દિવસે અથાણું ડુબે તેટલું તેલ નાંખવું. બરણીને ઢાંકણ ઢાંકી, ઉપર બાંધી એરટાઈટ કરવી.

No comments:
Post a Comment