Stuffed Mango Pickle with Garlic - લસણની ડાબલા કેરી
Ingredients - સામગ્રી
- 500 ગ્રામ મેથી
- 500 ગ્રામ મીઠું
- 500 ગ્રામ મરચું
- 2 ટેબલસ્પૂન હળદર
- 2 ટીસ્પૂન હિંગ
- 2 કિલો તલ
- રાઈ, આખાં મરચાં
- 250 ગ્રામ રાઈની દાળ
- 50 ગ્રામ જીરું
- 10 ગ્રામ લસણ
- 500 ગ્રામ ગોળ
- 5 કિલો કેરી – જીણ વગરની
Method - રીત
મેથીને ધીમા તાપે રતાશ પડતી શેકી કરકરી (સાધારણ જાડી) દળાવવી. તેમાં મીઠું, મરચું, હળદર, એક ચમચી હિંગ નાંખી બધું ભેગું કરવું. તેલને ગરમ કરી, તેમાં રાઈ, આખાં મરચાંઅને છેલ્લી હિંગ નાંખી, તેલ સાધારણ ઠંડું પડે એટલે મસાલો વઘારવો.
મસાલો બરાબર ઠંડો પડે એટલે તેમાં રાઈની દાળ, જીરુંનો ભૂકો, લસણની બારીક કટકી અને ગોળનો ચપ્પીથી બારીક ભૂકો કરી નાંખવો.
નાની જીણ વગરની કેરીને ધોઈ, કોરી કરી, રવૈયાં જેમ આડી-ઉભી કાપવી. તેમાંથી ગોટલી કાઢી નાંખી તેમાં મસાલો દાબીને ભરવો. જેથી પોચી પડે નહિ.
બરણીમાં નીચે થોડું તેલ નાંખી, ડાબલા ભરી દેવા. ઉપર વધેલો મસાલો પાથરી દેવો અને થોડું તેલ નાંખવું. ત્રીજે દિવસે કેરી ડૂબે તેટલું તેલ નાંખવું. બરણીમાં ઢાંકણ ઉપર કકડો બાંધી દેવો, જેથી બરણીમાં હવા જાય નહિ.

No comments:
Post a Comment