Monday, 23 March 2015

Sweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું

Sweet Lemon Pickle - લીંબુનું ગળ્યું અથાણું

Ingredients - સામગ્રી
  • 2 કિલો લીંબુ
  • 200 ગ્રામ મીઠું
  • 2 ટેબલસ્પૂન હળદર અને 2 ટેબલસ્પૂન મરચું
  • 1,1/2 કિલો ખાંડ
  • 1 ટેબલસ્પૂન હિંગ
  • 50 ગ્રામ તેલ
Method - રીત
લીંબુને ધોઈ, કોરાં કરી, એક લીંબુના આઠ કટકા કરવા. બી કાઢી નાંખવાં. તેમાં મીઠું અને હળદર નાંખી, સારુ હલાવી, બરણીમાં ભરી, મોં ઉપર ઝીણું કપડું બાંધી, બરણી તડકામાં મૂકવી. રોજ લીંબુને હલાવવાં. આઠ-દસ દિવસમાં લીંબુ અથાઈ જશે.

લીંબુ બરાબર અથાય એટલે બરણીમાંથી થાળીમાં કાઢી, તેમાં ખાંડ, મરચું, હિંગ અને તેલ નાંખી, હલાવી, બરણીમાં લીંબુ ભરી લેવાં. ફરી બે દિવસ બરણીને કપડું બાંધી તડકામાં મૂકવી. ખાંડ ઓગળે અને રસો જાડો થાય એટલે અથાણું ઉપયોગમાં લેવું.


No comments:

Post a Comment