Sundar Keri - સુંદર કેરી (ચાસણીનું અથાણું)
Ingredients - સામગ્રી
- 5 કિલો કેરી – રાજાપુરી
- અથવા રેષા વગરની
- 250 ગ્રામ મીઠું (કેરી અથવા માટે)
- 1 કિલો તેલ
- 2, 1/2 કિલો ખાંડ
- 1,1/2 કિલો મેથીનો સંભાર
- (કેરીના અથાણા પ્રમાણે બનાવવો)
- રાઈ, મરચાં, હિંગ, લીંબુનો રસ
Method - રીત
આખી કેરીને ધોઈ, તેના કટકા કરવા. ગોટલા કાઢી નાંખવા. પછી મીઠામાં રગદોળીને બે દિવસ અાથી રાખવા. રોજ કટકા ઉછાળી ઉપર-નીચે કરવા. ત્રીજે દિવસે તેને કપડા ઉપર કોરા કરવા. તેલમાં રાઈ, હિંગ અને મરચાંના કટકાનો વઘાર કરી, તેલ તદ્દન ઠંડુ પડે એટલે તેમાં કેરીના કટકા રગદોળવા.
એક વાસણમાં ખાંડ નાંખી, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાંખી, મેલ તરી આવે તે કાઢી લેવો. ચાસણી બેતારી થાય એટલે ઉતારી લેવી ઠંડી પડે એટલે તેમાં કેરીના કટકા અને મેથીનો સંભાર નાંખી હલાવી બરણીમાં ભરી લેવું.

No comments:
Post a Comment