Monday, 23 March 2015

Tinned Vegetable Pickle - ટિન્ડ વેજિટેબલ પિકલ

Tinned Vegetable Pickle - ટિન્ડ વેજિટેબલ પિકલ

Ingredients - સામગ્રી
  • 1 કિલો કેરી
  • 250 ગ્રામ ગાજર
  • 250 ગ્રામ ટીંડોરાં
  • 100 ગ્રામ લીલી હળદર
  • 100 ગ્રામ આદું
  • 100 ગ્રામ આબા હળદર
  • 100 ગ્રામ લીંબુ100 ગ્રામ લીલાં મરચાં
  • 250 ગ્રામ મેથીનો બારીક પાઉડર
  • 250 ગ્રામ રાઈનો બાઉડર
  • 1 ટેબલસ્પૂન હળદર
  • 1 ટેબલસ્પૂન મરચાંની ભૂકી
  • 1 ટીસ્પૂન હિંગ
  • 1 બોટલ વિનેગર
  • 25 ગ્રામ સરસવનું તેલ
  • મીઠું - પ્રમાણસર
Method - રીત
કેરીને છોલી, કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, પાતળી નાની ચીરીઓ કરવી. ટીંડોરાંની પાતળી ચીરીઓ કરવી. અાધું, લીલી હળદર અને આબા હળદરને છોલી, ધોઈ કાતરી કરવી. લીંબુ અને લીલાં મરચાંને ધોઈ, કટકા કરવા. બધું શાક બરાબર કોરું કરવું.

એક મોટી થાળીમાં મેથીનો પાઉડર રાઈનો પાઉડર, મીઠું, હળદર મરચું, હિંગ બધું ભેગું કરી, તેમાં રગદોળી દેવાં તેલને ગરમ કરી, ઠંડું પડે એટલે તેમાં નાંખી, હલાવી અથાણું બોટલમાં ભરી લેવું.

નોંધ – અા અથાણું લાંબા સમય સુધી સારું રહે છે. બોટલમાં તૈયાર મળતા અથાણાં જેવું જ થાય છે.


No comments:

Post a Comment