Monday, 23 March 2015

Vaghario Chhundo - વઘારિયો છૂંદો

Vaghario Chhundo - વઘારિયો છૂંદો

Ingredients - સામગ્રી
  • 5 કિલો રાજાપુરી કેરી
  • 200 ગ્રામ તલનું તેલ
  • 5 કિલો ગોળ
  • મીઠું, મરચું, રાઈ,તજ, લવિંગ
  • જીરું, હિંગ, આખાં મરચાં
Method - રીત
કેરીને છોલી, ધોઈ મોટાં કાણાંની છીમીથ છીણવી. તેમાં મીઠું અને હળદર નાંખી, થોડીવાર રહેવ દઈ, છીણને દબાવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં તેલ મૂકી, તેમાં રાઈ, જીરું, હિંગ, તજ, લવિંગ અને આખાં મરચાંના કટકાનો વઘાર કરી, છીણ વઘારવું. તેમાં મીઠું અને હળદર નાંખી, ધીમા તાપે મૂકવું. છીણ બફાય એટલે ગોળને ચપ્પુથી કાપી, ઝીણો કરી નાંખવો. ગોળનો રસો જાડો થાય એટલે મરચું નાંખી ઉતારી લેવો. ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવો.

નોંધ – દરેક જાતના છૂંદામાં કેરીની ખટાશ પ્રમાણે પસંદગી પ્રમાણે ખાંડ અથવા ગોળનું પ્રમાણ લેવું. ખટમીઠો જોઈએ તો 1 કિલો અાખી કેરી હોય તો 1 કિલો ખાંડ અથવા ગોળ લેવો અને ગળ્યો જોઈએ તો 1 કિલો અાખી કેરીએ, 1,1/4 કિલો ખાંડ અથવા ગોળ લેવો. વઘારિય છૂંદા કરતાં તડકાં-છાંયડાનો છૂંદો લાંબા સમય સુધી સારો રહે છે.


No comments:

Post a Comment