Tuesday, 12 May 2015


ચઢ્યાં અણમોલ કિશ્તી પર

ચઢ્યાં અણમોલ  કિશ્તી પર પવન તરફેણનો લીધો
છતાં  નાવિક મળ્યો  એવો  સમુંદર પાર  ના કીધો

હવે કહે છે  કિનારામાં  નથી  રસકસ  નથી મસ્તી
લઈને  નાવ   ભંવરોમાં   અમોને   આશરો  દીધો

ઉપર નભ સિંધુઓ  નીચે ખરાબા જન્મના ભીષણ
વમળને  ઘોર  ચકરાવે  અમારો  પંથ  ના   સીધો

ભર્યો રસ જે જનમ દરિયે પીવાયો ના તરસ લાગ્યે
‘નિરંજન’  મદ્ય પણ ખારો  અનોખો આંખનો પીધો

સ્વરઃ તલત મહેમૂદ (૧૯૫૨)
ગીત-સંગીતઃ નિનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ


No comments:

Post a Comment