સહેજ હસી લ્યો હોઠ
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
સામે તીર ઝુકાવો સાજન
એ અણજાણ્યા તટે કોઈનાં મીટ માંડી બેઠાં લોચનીયા
આ થોડું દિલ દર્દ થોડી જખ્મોની વસ્તી
ભૂલવતાં ભુભ્રંગ રંગની દાહક મસ્તી
દૂર દૂર સંભળાય કોઈ કંગન પૈંજનીયા
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
આ સાવ અચાનક શોર બધાયે સંકેલાયાં
છિન્ન થઈ હે જીવ બધી મનમૃગની માયા
હળવી ફૂંકે હાય ખરી ચાલ્યાં તનમનીયા
સહેજ હસી લ્યો હોઠ નેણ નીરખી લ્યો દુનિયા
સામે તીર ઝુકાવો સાજન
એ અણજાણ્યા તટે કોઈનાં મીટ માંડી બેઠાં લોચનીયા
ગીતઃ હરીન્દ્ર દવે
સ્વર-સંગીતઃ દિલીપ ધોળકીયા
ક્લીક કરો અને સાંભળોઃ
|
No comments:
Post a Comment