Wednesday, 18 March 2015

કરેલા સ્ટરફ્રાય

  
તૈયારીનો સમય ઃ ૫ મિનિટ

બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ

માત્રા ઃ   ૨ વ્યક્તિ માટે

સામગ્રી ઃ ૧ કપ કારેલા છોલીને બી કાઢીને બારીક સમારેલા

             ૧ કપ કાંદા બારીક સમારેલા
             એક ચપટી લાલ મરચાંની ભૂકી
             એક ચપટી હળદર
             એક ચપટી શુગર સબસ્ટિટયૂટ
             ૧ ચમચી તેલ
             મીઠું સ્વાદાનુસાર

રીત ઃ 
(૧) કાંદા પર થોડું મીઠું લગાડી ૧૦ મિનિટ એકબાજૂ મૂકો.
(૨) પછી કારેલાને એક નેપકીન પર મૂકી હળવે હાથે નેપકીન દબાવો જેથી નેપકીન 
      બધી ભીનાશ શોષી લે.
(૩) પછી તેને માઈક્રોવેવની ડિશ પર ગોઠવી ઊંચા તાપમાન પર ૩ મિનિટ 
      માઈક્રોવેવ કરી વચ્ચે એક વખત હલાવી લીધા પછી બાજુ પર મૂકો.
(૪) એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૫) તેમાં માઈક્રોવેવ કરેલા કારેલા સાથે બીજી સામગ્રી નાંખી મિક્સ કરો.
(૬) આ મિશ્રણને ધીમા તાપે થોડીવાર હલાવો જેથી કારેલા કરકરા થઈ જાય. પછી 
     ગેસ પરથી ઉતારો.

* કારેલાં જલ્દીથી રંધાઈ જાય એટલા માટે થોડીવાર માઈક્રોવેવમાં મુકવા. માઈક્રોવેવ 
ન હોય તો ગેસ પર ધીમા તાપે હલાવતાં રહેવાથી પણ કારેલા રંધાઈ જશે.

No comments:

Post a Comment