વેજિટેબલ મન્ચો સૂપ વિથ નુડલ્સ
સામગ્રી :
સમારેલાં બટન મશરૂમ - ૨-૩ નંગ,
સમારેલાં બટન મશરૂમ - ૨-૩ નંગ,
બારીક સમારેલી કોબીજ - પા ભાગ,
સમારેલું લીલું, કેપ્સિકમ - ૧ નંગ,
સમારેલું ગાજર - ૧ નંગ,
સમારેલી લીલી ડુંગળી - ૧
નંગ, નૂડલ્સ - ૧ કપ,
તેલ - ૨ ચમચા તળવા માટે,
કોર્નફલોર - ૩ ચમચા,
સમારેલું આદું - નાનો ટુકડો,
સમારેલું લસણ - ૨-૩ કળી,
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ,
ટોફૂના કયુબ - ૫૦ ગ્રામ,
રેડ ચિલી સોસ - અડધો ચમચો,
સોયા સોસ - ૨ ચમચા,
સફેદ મરીનો પાઉડર - અડધી ચમચી,
એમએસજી (ઐરિછક) - પા ચમચી,
મીઠું - સ્વાદ મુજબ,
વેજિટેબલ સ્ટોક - ૪-૫ કપ,
વિનેગર - ૧ ચમચો,
સમારેલી લીલી ડુંગળી - ૨ ડાંડલી
રીત :
ત્રણ કપ ગરમ પાણીમાં નૂડલ્સને બાફી નિતારીને કાઢી લો. એક કડાઈમાં પૂરતું તેલ
રીત :
ત્રણ કપ ગરમ પાણીમાં નૂડલ્સને બાફી નિતારીને કાઢી લો. એક કડાઈમાં પૂરતું તેલ
ગરમ કરી નૂડલ્સને બે-ત્રણ મિનિટ સુધી અથવા તે આછા બ્રાઉન અને કરકરા થાય
એવા તળી લો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. અડધો કપ પાણીમાં કોર્નફલોર
ઘોળીને રહેવા દો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં આદું, લસણ અને
લીલાં મરચાં સાંતળો. સમારેલી લીલી ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. મશરૂમ,
કોબીજ, કેપ્સિકમ, ગાજર અને ટોફૂ ઉમેરી સતત હલાવતાં રહી બે મિનિટ મઘ્યમ
આંચે રાખો. ત્યાર બાદ રેડ ચિલી સોસ, સોયા સોસ, સફેદ મરીનો પાઉડર, ઈરછો તો
એમએસજી, સ્વાદ મુજબ મીઠું નાખી ખૂબ હલાવો. વેજિટેબલ સ્ટોક ઉમેરી કળવા દો.
પછી આંચ ધીમી કરી બે મિનિટ સુધી ખદખદવા દો. હવે તેમાં ઘોળેલો કોર્નફલોર
રેડીને સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. વિનેગર નાખી, હલાવીને ઉપર
તળેલાં નૂડલ્સ અને સમારેલી લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.
No comments:
Post a Comment